06 September 2014

HISTORY OF OLD AHMEDABAD- gujarat samachar- અમદાવાદનું ઝવેરીબજાર

ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ઇ. સ. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના થયા બાદ ઈરાન અને અરબસ્તાનથી અનેક સૂફીસંતો અમદાવાદ આવ્યા હતા અને વસવાટ કર્યો હતો................................................
 બીજી તરફ એ પણ એક હકીકત છે કે અમદાવાદની સ્થાપના થતાં જ જૈન વેપારીઓ, મહાજનો અને નગરશેઠો આર્થિક જાહોજલાલી અને અહિંસાનાં મૂલ્યોનાં પ્રવાહકો તરીકે વિકસ્યા હતા. ..........................................
અમદાવાદની પોળોમાં રસ ધરાવનારે તે ખરેખર જોવા જેવી છે. ઘણી સ્વચ્છ અને સુઘડ છે. લોકો મળતાવડા છે. તેમાં અનેક પોળો ખડકીઓ અને ખાંચાઓ જોવા મળે છે. નામો પણ મસ્ત છે.........................................
માણેકચોકમાં આવેલા સુલતાન અહમદશાહની કબરની નજીક શાંતિદાસ ઝવેરીની ત્રણ દુકાનો ઉપરનાં મજલા સહીત હતી. તેમનો ફ્રેન્ચ મિત્ર ટેવર્નીચર પણ ઝવેરી હતો. થેવેનો, ટેવર્નીચર અને ઑબીંગ્ટન જેવા ફ્રેન્ચ અને અંગ્રેજ મુસાફરો લખી ગયા છે કે ''દુનિયાની એક પણ ચીજ એવી નથી જે અમદાવાદનાં બજારમાં ઉપલબ્ધ ના હોય.'' શાંતિદાસની દુકાનોમાં અનેક કારકૂનો, મુનીમો અને આંગડીયાઓ કામ કરતા. ઝવેરાત ઉપરાંત તેમનો શરાફીનો ધંધો પણ ધમધોકાર ચાલતો હતો..................................................................
વલંદાની હવેલી (ગાંધી રોડ પર આવેલી બેંકની બાજુમાં જયાં ડચ લોકોની વખાર હતી તે આજે 'વલંદાની કોઠી' તરીકે ઓળખાય છે)

શાંતિદાસ દેશવિદેશમાં માલ મોકલીને અઢળક દ્રવ્ય કમાતા હતા. મુઘલ બાદશાહ ઉપર તેમનો પ્રભાવ હતો
જહાંગીરનાં સમયમાં સમગ્ર મુઘલ-હિંદમાં ''આર્થિક રાષ્ટ્રવાદ''ની ભાવનાની વાત કરનાર જો કોઈ હોય તો તે ઝવેરીવાડમાં રહેતો અમદાવાદનો આ વિશ્વપ્રસિદ્ધ વેપારી હતો !!  ....................................................
હિંદનાં રાજા-મહારાજાઓ રોયલ ઝવેલરી માર્ટ પાસેથી માલ ખરીદતા
ઝવેરીવાડની ''ઝીંદા તસ્વીર'' તો મૂળચંદ આશારામ ઝવેરી (૧૮૮૪-૧૯૫૧) અને તેમનાં કુટુંબીજનોનાં યશસ્વી કાર્યો દ્વારા પ્રગટ થાય છે. ધોળકામાં જન્મેલા મૂળચંદભાઈએ મુંબઈમાં ઝવેરાતની તાલિમ લીધી અને ત્યાર બાદ અમદાવાદનાં ઝવેરીવાડમાં સ્થાયી થયા. તેમણે ૧૯૦૬માં ભીખાભાઈ નામનાં વેપારીની પાર્ટનરશીપમાં ગાંધીરોડ પર 'રાજનગર જવેલરી માર્ટ'ની સ્થાપના કરી. પણ ત્યાર બાદ ભીખાભાઈનું અવસાન થતાં મૂળચંદભાઈએ ૧૯૧૨માં ''રોયલ જવેલરી માર્ટ''ની સ્થાપના કરી. તેમાં તેઓ ખૂબ કમાયા. પેરીસ, એન્ટવર્પ, લંડન, એડન, બગદાદ, ફલોટેન્સ, બર્લિન અને ન્યૂયોર્ક સાથેનાં એમનાં વ્યાપારી સંપર્કો, મધ્યકાલીન શાંતિદાસ ઝવેરીની યાદ અપાવી જાય તે કક્ષાનાં હતાં. જેવી રીતે હિંદનાં રાજામહારાજાઓ અને નવાબો ''રોયલ ઝવેલરી માર્ટ'' બ્રાન્ડ સાંભળીને તેમની પાસેથી માલ ખરીદતા. ભારતનાં વડાપ્રધાન જવાહરલાલ નહેરૃ અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ જ્વેલરી માર્ટમાં તૈયાર થયેલા કાસ્કેટ સ્વિકાર્યા હતા......... 


ઝવેરીવાડ ઇલાકો એટલે અમદાવાદનું ઝાકમઝોળ ઝવેરાત

સેંકડો વર્ષોથી જેવી રીતે ખાડિયા ચકલો અમદાવાદની રાજકીય ધોરી નસની જેમ વિકસ્યો છે તેવી રીતે ઝવેરીવાડ આર્થિક નાડીની જેમ ધબકતો રહ્યો છે. તેની ઉપર જૈન આધ્યાત્મિક મૂલ્યો અને વ્યવહારલક્ષી વ્યાપારી કૌશલ્યોની અસર છે. અહમદશાહ બાદશાહે ૧૪૧૧માં અમદાવાદ વસાવ્યું અને ત્યારબાદ સુલતાન મહંમદ બેગડાનાં શાસનકાળ (૧૪૫૯-૧૫૧૧) દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાંથી ઝવેરીઓએ અમદાવાદમાં સ્થળાંતર કર્યું.
આજથી ૫૦૦ વર્ષ પહેલાં જૈનો જે વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાયી થયા તે 'ઝવેરીવાડ' તરીકે મશહૂર બન્યો. તે સમયે ''ગાંધીરોડ'' નહોતો ! તેથી ઝવેરીવાડ 'ઈલાકો' અમદાવાદનાં મુખ્ય બજાર માણેકચોક તરફ પડતો. ત્યાં સંખ્યાબંધ દુકાનો હતી. ફરસાણ અને મીઠાઈની દુકાનો પણ ઘણી ઉપલબ્ધ છે.
ઝવેરીવાડમાં રહેતા ઝવેરીઓ કાપડિયાઓ, રૃ અને મશરૃના મહાજનો, સુતરીયાઓ, આંગડીયાઓ, દલાલો અને અન્ય જૈન વેપારીઓના રક્ષણ માટે આજે જે જગા 'રતનપોળ' તરીકે ઓળખાય છે ત્યાં વિશાળ કદનો લાકડાનો તોતીંગ દરવાજો હતો. રાતની અવરજવર માટે નાનો દરવાજો કાઢવામાં આવ્યો હતો. એક પોળમાંથી બીજી પોળમાં જવા માટે રસ્તાની અંદર બીજો રસ્તો  જતો હતો. તેમજ રાતે કોટવાલનાં ચોકીદારો 'જાગતે રહો'ના નારા સાથે રોજ ફરતા. આવો ચિત્રાત્મક હતો મધ્યકાલિન ઝવેરીવાડ...........................

આપણે અખાજીને 'ભગત' બનાવી દીધા તેથી વાસ્તવિક અખો ભૂલાઇ ગયો !
 અખો રહિયાદાસ સોની (૧૬૦૦-૧૬૬૬) દેસાઇની પોળમાં રહેતો હતો. બીજી એક વંશાવળી મુજબ અખાનાં પિતાનું નામ કહાનદાસ હતું. અખાને કોઇ સંતાન નહોતું. તેથી તેનાં ભાઇ ગંગારામ અથવા તો અન્નુમાંથી અખાનો વંશવેલો ચાલી આવ્યો છે.
અખો મૂળ અમદાવાદ પાસેનાં જેતલપુરનો રહેવાસી હતો પણ અમદાવાદમાં વિકસતી જતી આર્થિક તકોનો લાભ લેવા તે અમદાવાદ આવ્યો અને દેસાઇની પોળમાં રહ્યો. અકબરનાં સમયથી અમદાવાદ નગર વેપાર ઉદ્યોગથી ધમધમતું હતું. અહીં ઝવેરીવાડમાં શાંતિદાસ ઝવેરી જેવા પ્રખ્યાત ઝવેરીઓ અને વેપારીઓ રહેતા હતા. માણેકચોક વિસ્તાર વેપારનાં કેન્દ્રરૃપ હતો. તેની સમીપમાં અંગ્રેજો અને ડચ લોકોની વખારો હતી જેને 'કોઠી' કહેતા. કાળુપુર વિસ્તારમાં જહાંગીરે ભવ્ય ટંકશાળ બાંધી હતી જે આજે પણ ંટંકશાળની પોળ તરીકે ઓળખાય છે. તેમાં મહેમુદી, રૃપિયો તેમજ સોનાચાંદીનાં સિક્કા પડતા. આવા વેપારઉદ્યોગથી થનગનતા અમદાવાદમાં અખાએ સ્થળાંતર કર્યું હતું. તે બતાવે છે કે અખો મહત્વાકાંક્ષી, વ્યવહારૃ અને કાર્યકુશળ હતો. જો તેમ ના હોત તો જેતલપુરથી સ્થળાંતર કરીને આવેલો અખો અમદાવાદની ''મુઘલ મીન્ટ'' (ટંકશાળ)નો ઉપરી  (સ્ૈહા-સ્ચજાીિ) કેવી રીતે બની શક્યો હોત? અખાને માણેકચોક અને ઝવેરીવાડ જેવા સમૃધ્ધ વિસ્તારો સાથે અને શાંતિદાસ ઝવેરી જેવા વેપારીઓ સાથે સંબંધ હોય જ. પણ આપણે તો 'અખાજી'ને 'ભગત' બનાવી દીધા. તેથી ખરો, વાસ્તવિક અખો ભૂલાઇ ગયો! 

અખો ખાડિયામાં આવેલી દેસાઇની પોળમાં રહેતો હતો. સર ચીનુભાઇ બેરોનેટનાં ડેલા પાસે આવેલા કુવાવાળા ખાંચામાં આવેલા એક ખંડને આજે પણ લોકો અખાનાં ઓરડા તરીકે ઓળખે છે. અખાના વંશજો સમીપમાં રહે છે.  

 જો કે કમનસીબે અત્યાર સુધી અખાને 'ભગત' તરીકે ચીતરવામાં આવ્યો છે. તેને માત્ર ભાષા અને ગુજરાતી સાહિત્યનાં સંદર્ભમાં જ મૂલવવામાં આવ્યો છે. ખરેખર તો અખો કોઇ ''શ્રધ્ધાળુ ભગત'' નહીં પણ તે 'લોજીક' અને 'રીઝન'નો માણસ હતો. અખો અસાધારણ બુધ્ધિ ધરાવતો ીસૅૈિૈબૈજા હતો. તે તેનાં સમયનાં યુરોપનાં માનવતાવાદી તત્વચિંતક રેને ડેકાર્ટની (૧૫૯૬-૧૬૫૦) જેમ જ્ઞાાનને અનુભવ તથા તર્કની ચાળણીમાં ચાળીને વ્યક્તિ, સમાજ, વિશ્વ અને બ્રહ્માંડને જોનાર વીરલ બૌધ્ધિક હતો. અખાએ શાસ્ત્રવીધીઓ, જ્ઞાાતિબંધન અને ધર્મગુરૃઓનાં પાખંડો સામે જે તેજાબી ચાબખા માર્યા તેનો સાર એ જ છે કે અખો દ્રઢપણે માનતો હતો કે ઃ ''જે બાબત નૈતિક દ્રષ્ટિએ ખોટી હોય તે ધાર્મિક કે સામાજિક દ્રષ્ટિએ કદી પણ સાચી હોઇ ના શકે.'' તેથી જેનાં ખરાખોટાપણાની સાબીતી પૂરવાર થઇ ના શકે તેવા શાસ્ત્રોનાં વિધાનો કે બ્રાહ્મણોનાં કથનો ઉપર જો વિશ્વાસ મુકશો તો જીવનમાં પસ્તાશો.
અખો ઉચ્ચ જ્ઞાાતિનો નાગર કે વાણીયા નહીં પણ સોની હતો. તેણે સ્થિતીચૂસ્ત જ્ઞાાતિપ્રથા સામે તીખા ચાબખા માર્યા છે.
અખો ''માનવતાવાદી બંડખોર'' હતો અને તેની પાછળ તેણે વિકસાવેલી ''આનુભવીક - રીઝન''ની વિચારસરણી હતી.
અખાનાં વંશજો આજે દેસાઇની પોળમાં રહે છે. હેમન્તભાઇનાં દાદા અમરપ્રસાદ સોનીની દુકાન રતનપોળના નાકે હતી. તેનાં પિતા જગદીશભાઇની સોનીની દુકાન ટંકશાળની પોળમાં હતી, જ્યાં જોગાનુજોગ ત્રણસો વર્ષ પહેલાં ખુદ અખો ''મીન્ટ માસ્ટર'' હતો............................

છેલ્લાં ૬૦૦ વર્ષથી અમદાવાદ નગર ચાલ્યું આવ્યું છે. જેમ જેમ તેની ઉંમર વધતી જાય છે તેમ તેમ તે યુવાન થતું જાય છે. અમદાવાદમાં આવેલી પોળો, શેરીઓ, ગલીઓ, મહોલ્લાઓ, ખડકીયો અને ખાંચાઓ આ નગરનાં બહુમુખી વ્યક્તિત્વનાં પાયારૃપ છે. દરેક પોળને તેનું વ્યક્તિત્વ છે, તેનો સાંસ્કૃતિક ઈતિહાસ છે.
 Source:http://gujaratsamachar.com/index.php/special_page/index/special_53

No comments: