ઈમિટેશન જ્વેલરીનો ચળકાટ:
સોનાચાંદીના
ઘરેણાં ખરીદવાં બધા વર્ગોના લોકોને નથી પોષાતા. આ ઉપરાંત આવાં અસલી ઘરેણાં
પહેરીને બહાર નીકળો, એટલે તે ખેંચાઈ જવાનો કે લૂંટાવાનો ડર તો રહેવાનો જ,
પણ તેથી કાંઈ ઘરેણાં પહેરવા જ નહીં કે શણગાર કરવો જ નહીં, એવું થોડું છે? આ
બધાથી બચી પોતાનો શોખ પૂરો કરવા માટેનો એક સરળ રસ્તો છે, નકલી ઘરેણાં.
તમે પહેરેલાં ઘરેણાં નકલી છે, એ તો તમે જ જાણો છો, કેમ કે તેમની ચમક અને સુંદરતા તો હીરા, સોના અને ચાંદીના મોંઘા ઘરેણાંને પણ પછી પાડી દે તેવી હોય છે. જો તમે આવાં નકલી ઘરેણાંને સારી રીતે સાચવશો નહીં તો તે પોતાની ચમક ખોઈને નકામાં થઈ જશે. અહીં દર્શાવેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખશો, તો આ નકલી ઘરેણાં પણ વર્ષો સુધી નવાં જેવાં જ ચમક્યા કરશે ઃ
ઘરેણાં પહેર્યા પછી તમે જે બોક્સમાં એ ઘરેણાં ખરીદી લાવ્યાં હો, તે જ બોક્સમાં તેમને સંભાળપૂર્વક પાછાં મૂકી દો. આનાથી નકલી ઘરેણાં પર નિશાન નથી પડતાં અને તે ખરાબ પણ નથી થતાં.
- નકલી ઘરેણાંને પાણી અડવાથી તે જલદી પોતાની ચમક ખોઈ બેસે છે અને કાળાં પડી જાય છે, એટલે નહાતી નખતે અથવા ઘરકામ વખતે તેમને ઉતારી નાખો.
- સૂતી વખતે નકલી ઘરેણાં કાઢી નાખો, કારણ કે દબાઈ જવાથી અથવા ખૂલી જવાથી તેમનો ઘાટ બગડી શકે છે.
- બધાં નકલી ઘરેણાંને જુદાં જુદાં બોક્સમાં મૂકવાં હિતાવહ છે. બોક્સમાં મૂકતાં પહેલાં જો તેમને રૃમાં વીંટીને મૂકીએ, તો તેમની ચમક વર્ષો સુધી જળવાઈ રહેશે.
- જો તમે સ્પ્રે કે પર્ફ્યૂમનાં શોખીન હો, તો ઘરેણાં પહેરતાં પહેલાં જ પર્ફ્યૂમ છાંટી લો. ઘરેણાં પહેર્યા પછી જો છાંટશો, તો તેનાથી તે કાળાં અને ચમક વિનાનાં થઈ જશે.
- મોટા ભાગનાં નકલી ઘરેણાંના સાંધા બહુ નબળા હોવાથી તે જો ફિટ હશે. તો પહેરતી વખતે તૂટી જવાનો ભય રહે છે, એટલે એવાં ઘરેણાં લો, જેમને પહેરતી વખતે તમારે બહુ ખેંચતાણ ન કરવી પડે.
- મોતીનાં નકલી ઘરેણાં દેખાવે તો બહુ આકર્ષક લાગે છે, પણ પ્લાસ્ટિકના પાતળા તારથી પરોવેલાં હોવાથી તે બહુ જલદી ઢીલા પડી જાય છે. આવી સિૃથતિમાં તમે જાતે જ તેમને મજબૂત દોરામાં પરોવી દો અથવા દુકાન દાર પાસે તે ઠીક કરાવી લો. જેથી તૂ તૂટીને વેરાઈ ન જાય.
- નકલી ઘરેણાંની ડિઝાઈનોમાં ફેરફાર કરીને તમે તેમને ઘણી રીતે પહેરી શકો છો. મોતીઓની તૂટી ગયેલી સેરમાંથી નવાં નવાં ઘરેણાં બનાવી પહેરી શકાય છે. આમ કરવાથી કંઈક નવીનતા પણ લાગશે.
- ક્યારેય ભૂલથી પણ લીંબુ, આમલી કે એસિડ જેવા રાસાયણિક પદાર્થોથી નકલી ઘરેણાં સાફ ન કરશો, આ બધા જ પદાર્થો તેમના માટે હાનિકારક છે.
- નકલી ઘરેણાં જો કાળા પડી ગયાં હોય, તો કોરા બોરિક પાઉડરને રૃથી ઘરેણાં પર ઘસો. તમે ઈચ્છો તો સિલ્વર પોલિશની મદદથી પણ તેમને ચમકાવી શકો છો.
- વધારે પડતો પરસેવો પણ આ ઘરેણાં માટે હાનિકારક સાબિત થાય છે, એટલે પહેર્યા પછી કાઢીને મૂકો ત્યારે તેમને રૃ અથવા નરમ સુતરાઉ કપડાંથી હળવા હાથે લૂછીને જ મૂકો.
- આવાં ઘરેણાં પહેર્યા પછી તેમને જ્યાં ત્યાં ન મૂકી રાખો, કેમ કે પડયાં પડયાં પણ ખરાબ થઈ જાય છે.
- નકલી ઘરેણાંની પોલિશ ઉતરી ગઈ હોય અથવા તે ગંદા થઈ ગયાં હોય, તો બજારમાં જઈને તેમના પર ફરી પોલિશ કરાવી લો. તે ફરીથી નવાં જેવાં જ ચમકી ઊઠશે.
- પોલિશ ઊતરી ગયેલાં અથવા ગંદાં થઈ ગયેલાં ઘરેણાં પર જો ફરીથી પોલિશ ન થઈ શકતી હોય, તો તેમને નકામાં ગણી ફેંકી દેતા પહેલાં બરાબર વિચારી જુઓ. એમાંની કોઈ વસ્તુ તમારા કામમાં આવી શકતી હોય, તો તે કાઢી લઈ, કોઈ નવી રીતે તેનો ઉપયોગ કરો.
- સરિતા
soursce: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/imitation-jewelry-brightnessતમે પહેરેલાં ઘરેણાં નકલી છે, એ તો તમે જ જાણો છો, કેમ કે તેમની ચમક અને સુંદરતા તો હીરા, સોના અને ચાંદીના મોંઘા ઘરેણાંને પણ પછી પાડી દે તેવી હોય છે. જો તમે આવાં નકલી ઘરેણાંને સારી રીતે સાચવશો નહીં તો તે પોતાની ચમક ખોઈને નકામાં થઈ જશે. અહીં દર્શાવેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખશો, તો આ નકલી ઘરેણાં પણ વર્ષો સુધી નવાં જેવાં જ ચમક્યા કરશે ઃ
ઘરેણાં પહેર્યા પછી તમે જે બોક્સમાં એ ઘરેણાં ખરીદી લાવ્યાં હો, તે જ બોક્સમાં તેમને સંભાળપૂર્વક પાછાં મૂકી દો. આનાથી નકલી ઘરેણાં પર નિશાન નથી પડતાં અને તે ખરાબ પણ નથી થતાં.
- નકલી ઘરેણાંને પાણી અડવાથી તે જલદી પોતાની ચમક ખોઈ બેસે છે અને કાળાં પડી જાય છે, એટલે નહાતી નખતે અથવા ઘરકામ વખતે તેમને ઉતારી નાખો.
- સૂતી વખતે નકલી ઘરેણાં કાઢી નાખો, કારણ કે દબાઈ જવાથી અથવા ખૂલી જવાથી તેમનો ઘાટ બગડી શકે છે.
- બધાં નકલી ઘરેણાંને જુદાં જુદાં બોક્સમાં મૂકવાં હિતાવહ છે. બોક્સમાં મૂકતાં પહેલાં જો તેમને રૃમાં વીંટીને મૂકીએ, તો તેમની ચમક વર્ષો સુધી જળવાઈ રહેશે.
- જો તમે સ્પ્રે કે પર્ફ્યૂમનાં શોખીન હો, તો ઘરેણાં પહેરતાં પહેલાં જ પર્ફ્યૂમ છાંટી લો. ઘરેણાં પહેર્યા પછી જો છાંટશો, તો તેનાથી તે કાળાં અને ચમક વિનાનાં થઈ જશે.
- મોટા ભાગનાં નકલી ઘરેણાંના સાંધા બહુ નબળા હોવાથી તે જો ફિટ હશે. તો પહેરતી વખતે તૂટી જવાનો ભય રહે છે, એટલે એવાં ઘરેણાં લો, જેમને પહેરતી વખતે તમારે બહુ ખેંચતાણ ન કરવી પડે.
- મોતીનાં નકલી ઘરેણાં દેખાવે તો બહુ આકર્ષક લાગે છે, પણ પ્લાસ્ટિકના પાતળા તારથી પરોવેલાં હોવાથી તે બહુ જલદી ઢીલા પડી જાય છે. આવી સિૃથતિમાં તમે જાતે જ તેમને મજબૂત દોરામાં પરોવી દો અથવા દુકાન દાર પાસે તે ઠીક કરાવી લો. જેથી તૂ તૂટીને વેરાઈ ન જાય.
- નકલી ઘરેણાંની ડિઝાઈનોમાં ફેરફાર કરીને તમે તેમને ઘણી રીતે પહેરી શકો છો. મોતીઓની તૂટી ગયેલી સેરમાંથી નવાં નવાં ઘરેણાં બનાવી પહેરી શકાય છે. આમ કરવાથી કંઈક નવીનતા પણ લાગશે.
- ક્યારેય ભૂલથી પણ લીંબુ, આમલી કે એસિડ જેવા રાસાયણિક પદાર્થોથી નકલી ઘરેણાં સાફ ન કરશો, આ બધા જ પદાર્થો તેમના માટે હાનિકારક છે.
- નકલી ઘરેણાં જો કાળા પડી ગયાં હોય, તો કોરા બોરિક પાઉડરને રૃથી ઘરેણાં પર ઘસો. તમે ઈચ્છો તો સિલ્વર પોલિશની મદદથી પણ તેમને ચમકાવી શકો છો.
- વધારે પડતો પરસેવો પણ આ ઘરેણાં માટે હાનિકારક સાબિત થાય છે, એટલે પહેર્યા પછી કાઢીને મૂકો ત્યારે તેમને રૃ અથવા નરમ સુતરાઉ કપડાંથી હળવા હાથે લૂછીને જ મૂકો.
- આવાં ઘરેણાં પહેર્યા પછી તેમને જ્યાં ત્યાં ન મૂકી રાખો, કેમ કે પડયાં પડયાં પણ ખરાબ થઈ જાય છે.
- નકલી ઘરેણાંની પોલિશ ઉતરી ગઈ હોય અથવા તે ગંદા થઈ ગયાં હોય, તો બજારમાં જઈને તેમના પર ફરી પોલિશ કરાવી લો. તે ફરીથી નવાં જેવાં જ ચમકી ઊઠશે.
- પોલિશ ઊતરી ગયેલાં અથવા ગંદાં થઈ ગયેલાં ઘરેણાં પર જો ફરીથી પોલિશ ન થઈ શકતી હોય, તો તેમને નકામાં ગણી ફેંકી દેતા પહેલાં બરાબર વિચારી જુઓ. એમાંની કોઈ વસ્તુ તમારા કામમાં આવી શકતી હોય, તો તે કાઢી લઈ, કોઈ નવી રીતે તેનો ઉપયોગ કરો.
- સરિતા
No comments:
Post a Comment