બુલિયન બુલેટિન - મયૂર મહેતા (date :22 -06-2014)
ઇરાકમાં આંતકવાદી જેહાદી ગ્રુપની બગદાદ તરફ સતત વધતી આગેકૂચ વચ્ચે અમેરિકાની દરમ્યાનગીરી કરવામાં ચાલુ રહેલી અવઢવથી ઇરાક મામલો હજી ટેન્શનગ્રસ્ત છે. અમેરિકન ફેડરલ રિઝવર્ની બે દિવસની મીટિંગ ચાલુ છે. આ મીટિંગ બાદ સ્ટિમ્યુલસ પૅકેજમાં કાપ મૂકવામાં આવે છે કે કેમ અને ઇન્ટરેસ્ટ વધારવાના પોગ્રામ વિશે કોઈ સ્પક્ટતા થાય છે કે કેમ એ પ્રશ્નોનો ઉત્તર શોધવામાં હાલ સોનામાં તેજી-મંદી અટકીને ભાવ રેન્જબાઉન્ડ અથડાઈ ગયા હતા. ચીન હવે વિશ્વમાં ગોલ્ડ લીડર બનવા ઉતાવળું બન્યું હોવાથી એક પછી એક સ્ટેપ લઈ રહ્યું છે. ગોલ્ડ માટે ફ્રી ટ્રેડ ઝોન ખોલ્યા બાદ હવે માઇનિંગ સેક્ટરમાં મેગા પાર્ટનરશિપ કરવા આગેકદમ માંડી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્પૉટ માર્કેટમાં મંગળવારે સોનાના ભાવ ઘટીને ૧૨૬૭.૫૦ ડૉલર બંધ થયા હતા, પણ ઇરાક ટેન્શન સતત યુદ્ધ તરફ સરકતું હોવાથી ગઈ કાલે બુધવારે સવારે સોનાનો ભાવ વધીને ૧૨૭૦ ડૉલર અને ચાંદીનો ભાવ ૧૯.૭૧ ડૉલર ખૂલ્યો હતો. આખા દિવસ દરમ્યાન કોઈ નવાં ડેવલપમેન્ટ્સ ન હોવાથી ભાવ રેન્જબાઉન્ડ અથડાયા કર્યા હતા. ગઈ કાલે સાંજે છેલ્લે સોનાનો ભાવ ૧૨૬૯.૭૦ ડૉલર, ચાંદીનો ભાવ ૧૯.૭૩ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૪૪૯ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૮૨૪ ડૉલર રહ્યો હતો.
ઇરાકમાં ભીષણ સંગ્રામ ચાલુ
ઇરાકમાં ભીષણ સંગ્રામ હજી ચાલુ છે. જેહાદી આંતકવાદી ગ્રુપ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક ઍન્ડ સિરિયાએ એક પછી એક શહેરોનો કબજો જમાવીને બગદાદ તરફ આગેકૂચ જારી રાખી હતી. બગદાદથી ૬૦ કિલોમિટર દૂર રહેલા બાકુબા સુધી જેહાદી આંતકવાદીઓ પહોંચી ગયા હતા. જોકે ઇરાકની સૌથી મોટી ક્રૂડ તેલ રિફાઇનરી બૈજી પર આંતકવાદીઓનો કબજો ઇરાકી મિલિટરીએ મારી હટાવ્યો હતો. ઇરાકના ટેન્શનની અસર ગોલ્ડના ભાવ પર અમેરિકન ફેડની મીટિંગને કારણે છેલ્લા બે દિવસથી ઘટી રહી છે.
ફિઝિકલ ડિમાન્ડ સુસ્ત
ગોલ્ડમાં ઇરાકના ટેન્શન વચ્ચે તેજી થઈ હોવા છતાં ફિઝિકલ ડિમાન્ડ સુસ્ત જ રહી હતી. ચીનની ગોલ્ડની ડિમાન્ડ સતત ઘટતી જતી હોવાથી ત્યાં લંડનના સ્પૉટ ભાવથી એક ડૉલર ડિસ્કાઉન્ટમાં ભાવ ચાલે છે. ભારતમાં ગોલ્ડનું પ્રીમિયમ છેલ્લા ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું છે. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ SPDR ટ્રસ્ટમાં મંગળવારે સતત બીજા દિવસે ૦.૨૬ ટકા હોલ્ડિંગ ઘટ્યું હતું. સોમવારે ૪.૬૦ ટન હોલ્ડિંગ ઘટ્યું હતું જે છેલ્લા બે મહિનાનો સૌથી મોટો એકદિવસીય ઘટાડો હતો.
ગોલ્ડ સેક્ટરમાં મેગા પાર્ટનરશિપ
ચીન ગોલ્ડ સેક્ટરમાં વર્લ્ડ લીડર બનવા ઝડપથી એક પછી એક કદમ ઉઠાવી રહ્યું છે. હવે ચીનના સૌથી મોટા ગોલ્ડ પ્રોડ્યુસર નૅશનલ ગોલ્ડ ગ્રુપ કૉર્પોરેશને વિશ્વની સૌથી મોટી ગોલ્ડ માઇનિંગ કંપની અમેરિકાસ્થિત બેરિક ગોલ્ડ કૉર્પોરેશન અને વિશ્વના સૌથી મોટા ગોલ્ડ પ્રોડ્યુસર અમેરિકાની ન્યુમોન્ટ માઇનિંગ કૉર્પોરેશન સાથે પાર્ટનરશિપ કરવાનું નક્કી કર્યું છે. ચીન આ પાર્ટનરશિપ દ્વારા ચીન અને આજુબાજુના દેશોમાં ગોલ્ડ મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે વિસ્તરણ કરવા માગે છે. આ ઉપરાંત આફ્રિકા, કૅનેડા, અમેરિકા અને મેક્સિકોની માર્કેટમાં ગોલ્ડ મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં અડ્ડો જમાવવા માગે છે. ચીન હાલ વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ પ્રોડ્યુસર, કન્ઝ્યુમર અને ઇમ્ર્પોટર છે. તાજેતરમાં ચીને ગોલ્ડ માટે ફ્રી ટ્રેડ ઝોન ખોલીને વિશ્વની અગ્રણી બૅન્કોને ચીનમાં ગોલ્ડ ટ્રેડિંગ કરવા માટે લાલ જાજમ બિછાવી દીધી હતી.
ગોલ્ડમાં ઇન્ફ્લેશનની અસર
અમેરિકાનું ઇન્ફ્લેશન મે મહિનામાં ૦.૪ ટકા વધતાં છેલ્લા એક વર્ષનો ફાસ્ટેસ્ટ ગ્રોથ હોવાનો રિપોર્ટ, ચીનનું મે મહિનાનું ઇન્ફ્લેશન ચાર મહિનાની ઊંચાઈએ અને ભારતનો મે મહિનાનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પાંચ મહિનાની ઊંચાઈએ આવતાં વિશ્વની મેગા ઇકૉનોમીમાં ઇન્ફ્લેશન સતત વધી રહ્યું છે. વધતા ઇન્ફ્લેશન સામે ગોલ્ડ બેસ્ટ હેજિંગ ટૂલ્સ મનાય છે. વિશ્વના મેગા ઇકૉનૉમિક દેશોમાં ઇન્ફ્લેશન જો આવનારા દિવસોમાં વધશે તો ગોલ્ડમાં સેફ હેવન બાઇંગ વધશે જે ગોલ્ડને ઊંચે લઈ જશે. વળી વધતા ઇન્ફ્લેશનથી ફેડરલ રિઝવર્ના ઇન્ટરેસ્ટ રેટ વધારાના મનસૂબા પર પણ અસર થશે જે પણ ગોલ્ડની તેજી માટે પૉઝિટિવ કારણ બનશે.
ભારતમાં સોનાનું પ્રીમિયમ ચાર મહિનાના તળિયે
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સ્ટાર પ્રાઇવેટ કંપનીઓને સોનાની આયાતની છૂટ આપતાં તેમ જ કેન્દ્રમાં નવી સરકારની રચના થયા બાદ સોનાની આયાત-ડ્યુટીમાં ઘટાડો થવાની શક્યતાને પગલે ભારતમાં સોના પરનું પ્રીમિયમ ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. લંડનના સ્પૉટ ગોલ્ડના ભાવ પરનું પ્રીમિયમ ઘટીને ૨૫થી ૩૦ ડૉલર પ્રતિ ઔંસ થયું હતું જે જૂનના આરંભે ૬૦ ડૉલર હતું અને ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રીમિયમ રેકૉર્ડ-બ્રેક સપાટીએ ૧૬૦ ડૉલર થયું હતું. ઑલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના ડિરેક્ટર બચ્છરાજ બામલ્વાના જણાવ્યા અનુસાર પ્રીમિયમ ધીમે-ધીમે ઘટી રહ્યું છે, કારણ કે સોનાની બજારમાં હાલ શૉર્ટેજ જેવી સ્થિતિ નથી અને મૅરેજની સીઝન હવે પૂરી થઈ ચૂકી છે. આગામી બજેટમાં ઝવેરી બજારમાં સોનાની આયાત-ડ્યુટી દસ ટકાથી ઘટીને ચાર ટકા થવાની આશા છે.
Source: http://www.gujaratimidday.com/business/expert-opinion/gold-silver-210

No comments:
Post a Comment