અમદાવાદ : ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે સરકાર દ્વારા લાદવામાં આવેલાસોનાની આયાત પરના અંકુશોના લીધે દાણચોરો સોનાની દાણચોરી માટે વિવિધ તરકીબો શોધી રહ્યા છે . ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ( ડીઆરઆઇ ) એ કૃત્રિમ ગોલ્ડ ઓરમાં સોનાની આયાતના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે . સૂત્રોના જણાવ્યા મુજબ , સમગ્ર ભારતમાં આ મોડસ ઓપરેન્ડી દ્વારા સોનાની ગેરકાયદે આયાતનો આ પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે .
સૂત્રોના જણાવ્યા મુજબ , નેચરલ ગોલ્ડ ઓર કે જેમાં માટી , ઝિંક , કોપર , સિલ્વર જેવી ધાતુઓ પણ હોય છે તેની આયાત જકાત મુક્ત છે . એક ટન ગોલ્ડ ઓરમાંથી આશરે 2.5 ગ્રામ સોનું મળતું હોય છે અને તેથી તે કોમર્શિયલી સફળ થઈ શકે તેમ નથી .
બાતમીના આધારે ડીઆરઆઇએ દુબઈથી આવેલા ગોલ્ડ ઓરના કન્સાઇનમેન્ટને અટકાવ્યું હતું અને તેનું ટેસ્ટિંગ કર્યું હતું . ડીઆરઆઇ વિભાગે ખંભાતની મેસર્સ મૂળચંદ એન્ડ ઝવેરી પેઢીના ભાગીદાર સંજય પટેલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે . મળતી માહિતી પ્રમાણે તેઓ માટીમાં સોનું ભેળવીને તેની નેચરલ ગોલ્ડ ઓર તરીકે આયાત કરતા હતા .
સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે , સંજય પટેલે આ રીતે છેલ્લા ત્રણ મહિનામાં 35 કિલો સોનું આયાત કર્યું છે , જેની કિંમત રૂ .10.59 કરોડ થાય છે . તેમાંથી બુધવારે પાંચ કિગ્રા સોનું પકડાઈ ગયું છે , જેની કિંમત રૂ .1.32 કરોડ છે . આ મોડસ ઓપરેન્ડી દ્વારા 16 કિલો માટીમાં પાંચ કિગ્રા સોનું ભેળવીને આયાત કરવામાં આવતું હતું .source: http://gujarati.economictimes.indiatimes.com

No comments:
Post a Comment